સમગ્ર સઇજા પરિવાર કુળદેવી માતાજી મુ. સઇજ
સંવત ૨૦૬૦ના માગશર સુદ-૭ને રવિવાર તા.૩૦-૧૧-૨૦૦૩ના રોજ સઇજ ગામે માતાજીની પ્રતિષ્ઠાનો પ્રસંગ ઉજવાયો.
સઇજા પરિવારમાં સઇજ, ડાબલા, ઓગણજ, મેઉ ગામોનો સમાવેશ થાય છે. આ ગામોના સમસ્ત ભાઇઓ માતાજીના પ્રસંગો ઉજવે છે.
માતાજીની પ્રતિષ્ઠા માગશર સુદ - ૭ના દિવસે થયેલ હોવાથી દર વર્ષે માગશર સુદ-૭ના દિવસે સઇજ ગામે નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છે.
વિક્રમ સંવત ૧૬૯૯માં કડીથી ભાઇઓ છૂટા પડ્યા જેમા ખાનાભાઇ જોટાણા વસ્યા અને એક ભાઇ ચાંપાભાઇ તથા તેમના દિકરા વસનભાઇ સઇજ મુકામે વસ્યા ત્યારથી અમારા કુંટબોનો સઈજ ગામે વસવાટ છે. ત્યારબાદ વસનભાઇ તથા તેમના દિકરા પુંજાભાઇ વિક્રમ સંવત ૧૭૦૨ના વૈશાખ સુદ-૪ને મંગળવારે ઉવારસદ ગામે વસવાટ કરેલ (બારોટજીના ચોપડા મુજબ)
શુભ સ્થળ ઃગામ સઇજ તા. કલોલ. જી. ગાંધીનગર,
ઉવારસદ તરફથી દંઢાવ્ય કેળવણી ટ્રસ્ટને માતાજીની અસીમ કૃપા વરસી રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છા
ઉવારસદ ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૫૭ ચૈત્ર વદ - ૧૧ને ગુરૂવાર તા. ૧૯-૪-૨૦૦૧ દર વર્ષે ચૈત્ર વદ -૧૧ના દિવસે નવચંડી હવનનું આયોજન કરવા આવે છે.
અમારા પૂર્વજ શ્રી વસનભાઇ વિક્રમ સંવત ૧૭૦૨માં વૈશાખ સુદ-૪ને મંગળવારના રોજ સઇજ ગામથી નીકળી ઉવારસદ ગામે વસવાટ કરેલ. આથી અમારો ઉવારસદ ગામે વિ.સંવત ૧૭૦૨ થી વસવાટ છે.
શુભ સ્થળ : મુ.પો. ઉવારસદ, બજારમાં, જિ. ગાંધીનગર
રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮
(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)
કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩
GJDV.kelavanitrust@gmail.com
+91 9227767733
સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.